આજે સવારે રશિયાના પૂર્વીય કામચાટકા વિસ્તારમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સમગ્ર પ્રદેશમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, ભૂકંપની તીવ્રતા 7.8 હતી અને તેનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.
જોકે, રશિયાની ભૌગોલિક સેવાએ ભૂકંપની તીવ્રતા 7.4 હોવાનો અંદાજ લગાવ્યો હતો અને પાંચ આફ્ટરશોક અનુભવાયા હતા. યુએસ પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રે નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખતરનાક મોજાઓ માટે ચેતવણી આપી છે. હજુ સુધી કોઈ નુકસાન થયું નથી.
Site Admin | સપ્ટેમ્બર 19, 2025 1:46 પી એમ(PM)
રશિયાના પૂર્વીય કામચાટકામાં એક શક્તિશાળી ભૂકંપ બાદ સુનામીની ચેતવણી