રશિયાના કામચાત્કા દ્વીપકલ્પના પ્રશાંત કાંઠા પર આજે વહેલી સવારે 8.8ની તીવ્રતાના ધરતીકંપના આંચકાઓ અનુભવાયા. સંયુક્ત રાજ્ય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ મુજબ, શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 8.7 નોંધાઈ હતી. જાપાનમાં વર્ષ 2011માં આવેલા ધરતીકંપ બાદના આ સૌથી શક્તિશાળી ધરતીકંપ છે.
રશિયાની સરકારી સમાચાર સંસ્થા મુજબ, ત્રણ ત્સુનામી મોજાંઓ રશિયાના બંદર શહેર સેવેરા કુરિલ્સ્ક સાથે અથડાયા છે. ત્રણ ધરતીકંપમાંથી છેલ્લા ધરતીકંપે બંદર શહેરના પાયાના માળખાને નુકસાન પહોંચાડ્યું, જેમાં અનેક જહાજ વહી ગયા. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ દરિયાકાંઠાથી 136 કિલોમીટર દૂર અને 19 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું.
પ્રશાંત ત્સુનામી ચેતવણી કેન્દ્રએ ધરતીકંપ બાદ વ્યાપક અલર્ટ જાહેર કર્યો. રશિયા, જાપાન અને પ્રશાંત મહાસાગર ટાપુ દેશ માટે ત્સુનામી ચેતવણી જાહેર કરવામાં આવી છે. કામચાત્કા દ્વિપકલ્પમાં ત્રણથી ચાર મીટર ઊંચા મોજા ઉછળતાં લોકોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવા અને દરિયા કાંઠાથી દૂર રહેવાની સલાહ અપાઈ છે.
હવાઈમાં અધિકારીઓએ હોનોલૂલૂ સહિત ઓઆહૂના મોટાભાગના વિસ્તારને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
Site Admin | જુલાઇ 30, 2025 1:58 પી એમ(PM)
રશિયાના કામચાત્કા દ્વીપકલ્પના પ્રશાંત કાંઠા પર આજે વહેલી સવારે 8.8ની તીવ્રતાના ધરતીકંપના આંચકા
