આજે સવારે રશિયાના કામચટકા પ્રદેશના પૂર્વી દરિયાકાંઠે રિક્ટર સ્કેલ પર 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી.
અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, ભૂકંપ કામચટકા પ્રદેશના વહીવટી કેન્દ્ર પેટ્રોપાવલોવસ્ક-કામચટસ્કીથી 111 કિલોમીટર પૂર્વમાં 39.5 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપ બાદ, કામચટકા પ્રદેશના સ્થાનિક અધિકારીઓએ સુનામીની ચેતવણી જાહેર કરી હતી.
દરમિયાન, જાપાનના સત્તાવાર મીડિયાએ જાપાન હવામાન એજન્સીને ટાંકીને અહેવાલ આપ્યો છે કે કામચટકામાં આવેલા ભૂકંપથી જાપાનના દરિયાકાંઠે ભરતીના મોજા આવી શકે છે, પરંતુ દેશમાં કોઈ નુકસાન થવાનું જોખમ નથી. 
Site Admin | સપ્ટેમ્બર 13, 2025 1:27 પી એમ(PM)
રશિયાના કામચટકા પ્રદેશના પૂર્વીય દરિયાકાંઠે રિક્ટર સ્કેલ પર 7.4ની તીવ્રતાનો ભૂકંપ આંચકો આવ્યો – સુનામીની ચેતવણી