રશિયાના કઝાનમાં ભારત અને ચીન વચ્ચે પાંચ વર્ષ બાદ થયેલી દ્વિપક્ષીય બેઠકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણી મહત્વની ગણાવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, બંને દેશના સંબંધોનું મહત્વ આપણા લોકો માટે તો છે જ, પરંતુ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને પ્રગતિ માટે પણ આ સંબંધ મહત્વના છે. પ્રધાનમંત્રીએ છેલ્લા ચાર વર્ષમાં સરહદ પાર સર્જાયેલા મુદ્દાઓ પર થયેલી સમજૂતીનું સ્વાગત કર્યું હતું. તેમજ સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાને પ્રધાનમંત્રીએ પ્રાથમિકતા ગણાવી હતી.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે, પરસ્પર વિશ્વાસ, પરસ્પર આદર અને પરસ્પર સંવેદનશીલતા એ આપણા સંબંધોનો આધાર રહેવા જોઈએ
Site Admin | ઓક્ટોબર 23, 2024 7:33 પી એમ(PM) | દ્વિપક્ષીય બેઠક
રશિયાના કઝાનમાં ભારત અને ચીન વચ્ચે પાંચ વર્ષ બાદ થયેલી દ્વિપક્ષીય બેઠકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણી મહત્વની ગણાવી
