રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ-UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને ફરી એકવાર પોતાનો ટેકો જાહેર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં, રશિયાના વિદેશ મંત્રી, સેર્ગેઈ લવરોવે વર્તમાન વૈશ્વિક પરિદૃશ્યને પ્રતિબિંબિત કરવા UNSCમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો.તેમણે જણાવ્યું કે, રશિયા, એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાંથી પ્રતિનિધિત્વ વધારવા માટે બ્રાઝિલની સાથે, કાયમી બેઠક માટે ભારતની અરજીને સમર્થન આપે છે. પોતાના ભાષણમાં, તેમણે ગ્લોબલ સાઉથની સામૂહિક સ્થિતિને આકાર આપવામાં SCO અને BRICS જેવા મંચના મહત્વ પર પણ ભાર મૂક્યો.
Site Admin | સપ્ટેમ્બર 28, 2025 9:35 એ એમ (AM)
રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને ફરી એકવાર પોતાનો ટેકો જાહેર કર્યો
