યુક્રેનની રાજધાની કિવ પર રશિયાના હુમલામાં 23 લોકોના મોત થયા છે. 48 લોકો ઇજાગ્રસ્ત થયા છે. યુક્રેનિયન વાયુસેના અનુસાર, રશિયાએ લગભગ 600 ડ્રોન અને 31 મિસાઇલો છોડ્યા હતા.શક્તિશાળી વિસ્ફોટોથી સાત જિલ્લાઓમાં ઇમારતોને નુકસાન થયું છે. આમાં યુરોપિયન યુનિયન મિશન અને બ્રિટિશ કાઉન્સિલ મુખ્યાલયનો સમાવેશ થાય છે. બચાવ ટીમો કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધી રહી છે.રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આ હુમલાની નિંદા કરતા તેને નાગરિકોની ઇરાદાપૂર્વકની હત્યા ગણાવી હતી.
Site Admin | ઓગસ્ટ 29, 2025 8:42 એ એમ (AM)
રશિયાએ યુક્રેન પર હુમલો કરતાં 23 લોકોનાં મોત
