ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 29, 2025 2:13 પી એમ(PM)

printer

રશિયાએ યુક્રેન પર ડ્રૉન અને મિસાઈલથી હુમલો કરતા 23 લોકોના મોત.

રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર હુમલો કરતાં 23 લોકોના મોત થયાના અહેવાલ છે. યુક્રેનના અધિકારીએ જણાવ્યું, આ હુમલામાં 48 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. શક્તિશાળી વિસ્ફોટથી સાત જિલ્લામાં યુરોપીયન સંઘ અભિયાન અને બ્રિટિશ પરિસદના મુખ્યમથક સહિતની ઇમારતોને નુકસાન થયું છે. બચાવ દળ હાલમાં કાટમાળમાં ફસેયાલા લોકોની તપાસ કરી રહ્યું છે.
યુક્રેનની વાયુસેનાના જણાવ્યા મુજબ, રશિયાએ અંદાજે 600 ડ્રૉન અને 31 મિસાઈલથી હુમલો કર્યો છે. યુદ્ધ શરૂ થયા બાદથી આ અત્યાર સુધીનો સૌથી મોટા હુમલામાંથી એક છે.
રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ હુમલાની ટિકા કરતા તેને નાગરિકોની ભયજનક અને જાણી જોઈને કરાયેલી હત્યા ગણાવ્યો. યુરોપીયન સંઘના પ્રવક્તાએ કહ્યું, કોઈ પણ રાજદ્વારી મિશનને નિશાન બનાવવું ન જોઈએ. આ હુમલા બાદ બ્રુસેલ્સમાં રશિયાના કાર્યકારી રાજદૂતને સમન્સ પાઠવવામાં આવ્યું છે.
જ્યારે રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું, યુક્રેનના સૈન્ય ઔદ્યોગિક પરિસરમાં સૈન્ય વિમાનમથક અને સંસ્થાઓ પર કિંજલ મિસાઈલો સહિત લાંબા અંતરના હથિયારથી હુમલો કરાયો.
રશિયાના રાષ્ટ્રપ્રમુખના કાર્યાલયના પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું, રશિયા હજી પણ શાંતિ સંવાદ ઇચ્છે છે, પરંતુ હજી પણ વિશેષ સૈન્ય અભિયાન ચાલુ છે એ તેમણે ભારપૂર્વક જણાવ્યું.