ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 21, 2024 6:55 પી એમ(PM)

printer

રશિયાએ યુક્રેનિયન પ્રદેશમાં આંતર-ગ્રહીય બેલેસ્ટિક મિસાઇલો છોડી દીધી છે

રશિયાએ યુક્રેનિયન પ્રદેશમાં આંતર-ગ્રહીય બેલેસ્ટિક મિસાઇલો છોડી દીધી છે. એક દિવસ પહેલા જ રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પૂતિને રશિયાના પરમાણુ સિદ્ધાંતમાં ફેરફાર કરતા યુક્રેનને શક્તિશાળી મિસાઈલથી નિશાન બનાવ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉબાઈડન અને બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર દ્વારા યુક્રેનને પશ્ચિમી દેશોમાં બનેલી મિસાઈલનો ઉપયોગ રશિયાના પ્રદેશોમાં કરવાની મંજૂરી અપાઈ હતી. ત્યારબાદ રશિયાએ આ પગલું ભર્યું છે. અમેરિકા અને બ્રિટનની મંજૂરી મળ્યાના થોડા જ કલાકોમાં યુક્રેને રશિયા પર અમેરિકી અને બ્રિટિશ મિસાઈલોથી હુમલો કર્યો હતો. યુક્રેનની વાયુસેનાએ આજે જાહેર કરેલા નિવેદન અનુસાર,જવાબમાં રશિયાની સેનાએ આજે સવારે યુક્રેનના દિન્પ્રૉ શહેર પર અનેક મિસાઈલ છોડી હતી.