ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 1, 2025 1:10 પી એમ(PM)

printer

રશિયાએ યુક્રેનની રાજધાની પર મિસાઈલ અને ડ્રૉનથી ભીષણ હુમલો કરતા 16ના મોત

રશિયાએ ગઈકાલે યુક્રેનની રાજધાની કિવ પર મિસાઈલ અને ડ્રૉનથી ભીષણ હુમલો કરતા 16 લોકો માર્યા ગયા હતા. જ્યારે 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.
રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું, બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. યુક્રેનની રાહત અને બચાવ સેવાએ જણાવ્યું, એક હજાર 200થી વધુ પોલીસ અને કટોકટી કાર્યકર રાહત કાર્યમાં જોડાયા છે.
રશિયાએ જણાવ્યું, તેણે યુક્રેનના સૈન્ય ઠેકાણા અને સંરક્ષણ સંસ્થાઓને નિશાન બનાવી. તેમણે નાગરિકો પર હુમલો કર્યાનો ઈનકાર કર્યો છે. તો કિવમાં આજે એક દિવસનો શોક પાળવામાં આવી રહ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.