રશિયાએ પહેલી વાર યુક્રેન સામેના યુદ્ધમાં ઉત્તર કોરિયાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હોવાની પુષ્ટિ કરી છે.
રશિયન સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફના વડા વેલેરી ગેરાસિમોવે બંને દેશો વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સંધિ અનુસાર કુર્સ્ક સરહદી વિસ્તારમાં ઉત્તર કોરિયાના લડવૈયાઓની ભૂમિકાનો સ્વીકાર કર્યો. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ પણ આવું જ નિવેદન આપ્યું હતું. જોકે, ઉત્તર કોરિયાએ પોતાના સૈનિકો મોકલવાની પુષ્ટિ કરી નથી.
ગયા વર્ષે જૂનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન વચ્ચે ભાગીદારી સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં બંને નેતાઓએ તેમનામાંથી કોઈ પર પણ હુમલો થવાની સ્થિતિમાં લશ્કરી સહાય પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
Site Admin | એપ્રિલ 27, 2025 9:28 એ એમ (AM) | #VolodymyrZelenskyy #Ukraine #Russia #akashvaninews #akashvani
રશિયાએ પહેલી વાર યુક્રેન સામેના યુદ્ધમાં ઉત્તર કોરિયાના સૈનિકો તૈનાત કરાયા હોવાની પુષ્ટિ કરી
