રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું, રશિયાએ પરમાણુ ઉર્જાથી ચાલનારી આગામી પેઢીની નૌકા એટલે કે, ક્રૂઝ મિસાઈલનું નિર્માણ શરૂ કરી દીધું છે. ક્રૅમલિન ખાતે હથિયાર ઉત્પાદકોના પુરસ્કાર સમારોહમાં શ્રી પુતિને કહ્યું, પરમાણુ શસ્ત્ર લઈ જવામાં સક્ષમ હથિયાર રશિયા અને 21-મી સદી માટે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. તેમણે કહ્યું, આ ક્રૂઝ મિસાઈલની ગતિ ધ્વનિની ગતિથી ત્રણ ગણી વધુ હશે અને ભવિષ્યમાં તે હાયપરસૉનિક એટલે કે, ધ્વનિની ગતિથી પાંચ ગણી કરતા પણ વધુ ગતિ ધરાવશે.
રાષ્ટ્રપ્રમુખ પુતિને કહ્યું, અવાન્ગાર્ડ યુદ્ધલક્ષી મિસાઇલ પ્રણાલિ અને ઑરેશનિક મધ્યમ અંતરની મિસાઇલ પ્રણાલિને હથિયારોમાં શામેલ કરાયા છે. તેમણે કહ્યું, આંતરખંડીય બૅલેસ્ટિક મિસાઈલ તથા જહાજ મિસાઈલને પણ અદ્યતન હથિયારથી સજ્જ કરાયા છે. શ્રી પુતિને પરમાણુ ઉર્જાથી ચાલનારી બુરેવે-સ્ટનિક મિસાઇલ અને પોસાઈડન માનવરહિત પાણીની અંદર ચાલતા વાહનના ઉત્પાદકોને રાજકીય પુરસ્કાર એનાયત કર્યો.
દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે દેશના સંરક્ષણ વિભાગ પૅન્ટાગનને પરમાણુ હથિયારનું પરિક્ષણ ફરી શરૂ કરવા આદેશ આપ્યો છે.
Site Admin | નવેમ્બર 5, 2025 7:37 પી એમ(PM)
રશિયાએ પરમાણુ ઉર્જાથી ચાલનારી આગામી પેઢીની ક્રૂઝ મિસાઈલનું નિર્માણ શરૂ કર્યું