રશિયાએ સમગ્ર રાત્રિ દરમ્યાન યુક્રેન પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો, જેમાં સાત લોકો માર્યા ગયા. બે પરમાણુ પાવર પ્લાન્ટના સબસ્ટેશનને પણ નિશાન બનાવવામાં આવ્યા. યુક્રેનના વિદેશમંત્રી એન્ડ્રી સિબિહાએ જણાવ્યું હતું કે આ હુમલા પૂર્વયોજિત હતા અને રશિયા જાણી જોઈને યુરોપમાં પરમાણુ સુરક્ષાને જોખમમાં મૂકી રહ્યું હતું. નીપર શહેરમાં ડ્રોન હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા અને 12 ઘાયલ થયા. ખાર્કિવ ક્ષેત્રમાં એક અને ઝાપોરિઝ્ઝિયા ક્ષેત્રમાં ત્રણ વ્યક્તિઓ માર્યા ગયા.
રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે રશિયાએ 450 થી વધુ ડ્રોન અને 45 મિસાઇલો છોડ્યા. સ્થાનિક મીડિયા અનુસાર, ખાર્કિવ અને પોલ્ટાવામાં બ્લેકઆઉટ ચાલુ રહ્યો. શ્રી ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે રશિયા પર પ્રતિબંધોનું દબાણ વધુ વધારવું જોઈએ.
Site Admin | નવેમ્બર 9, 2025 9:17 એ એમ (AM)
રશિયાએ ગતરાત્રે યુક્રેન પર ડ્રોન અને મિસાઇલોથી કરેલા હુમલામાં સાત લોકો માર્યા ગયા અનેક ઇજાગ્રસ્ત