રશિયાએ આજે 2બ્રિટિશ રાજદ્વારીઓ પર જાસૂસીના આક્ષેપ લગાવતા તેમને બે સપ્તાહમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. રશિયાની સમવાયી સલામત સેવા- FSBએ રાજદ્વારીઓ પર ખોટી વ્યક્તિગત માહિતી રજૂ કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ પહોંચાડનારી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આક્ષેપ લગાવ્યો છે, પરંતુ તેમની સામેના કોઈ પૂરાવા ન આપ્યા.રશિયાના વિદેશ મંત્રાલયે બ્રિટિશ રાજદૂતભવનનાએક અધિકારીને સમન આપ્યું અને કહ્યું, તેઓ પોતાના વિસ્તારમાં ‘અઘોષિત બ્રિટિશ ગુપ્તચર અધિકારીઓ’ને સહન ન કરી શકે. યુક્રેન પર વધતા તણાવ વચ્ચે અગાઉના હકાલપટ્ટીને પગલેઆ પગલું લેવાયું છે. વર્ષ 2022થી રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે અનેક રાજદ્વારીઓને હાંકી કઢાયા છે.
Site Admin | માર્ચ 10, 2025 5:50 પી એમ(PM)
રશિયાએ આજે 2બ્રિટિશ રાજદ્વારીઓ પર જાસૂસીના આક્ષેપ લગાવતા તેમને બે સપ્તાહમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે
