ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 17, 2024 6:39 પી એમ(PM)

printer

રશિયન પરમાણુ સંરક્ષણ દળોના પ્રભારી અને ટોચના મિલિટ્રી જનરલ ઇગોર કિરીલોવનું આજે મોસ્કોમાં બોંબ વિસ્ફોટમાં મૃત્યુ થયું

રશિયન પરમાણુ સંરક્ષણ દળોના પ્રભારી અને ટોચના મિલિટ્રી જનરલ ઇગોર કિરીલોવનું આજે મોસ્કોમાં બોંબ વિસ્ફોટમાં મૃત્યુ થયું છે. રશિયન તપાસ સંસ્થાના જણાવ્યા પ્રમાણે ઇલેક્ટ્રિક સ્કુટરમાં મૂકાયેલા બોમ્બ વિસ્ફોટમાં કિરિલોવના નજીકના સાથીનું પણ મૃત્યુ થયું છે.

સરકારી સમાચાર એજન્સી TASS અનુસાર, આ ઘટના ક્રેમલિનના દક્ષિણપૂર્વમાં મુખ્ય માર્ગ રાયઝાન્સ્કી પ્રોસ્પેક્ટ પર બની હતી. યુક્રેન સામેના યુધ્ધમાં મૃત્યુ પામનારા કિરિલોવ સૌથી વરિષ્ઠ લશ્કરી અધિકારી છે.

કિરિલોવ યુક્રેન સામેનાં યુદ્ધમાં મૃત્યુ પામનારા અત્યાર સુધીનાં સૌથી વરિષ્ઠ મિલિટ્રી જનરલ છે. તેમણે એપ્રિલ 2017માં દળનું નેતૃત્વ સંભાળ્યું હતું. માધ્યમોનાં અહેવાલ પ્રમાણે યુક્રેનની સલામતીસેવાએ હૂમલાની જવાબદારી લીધી છે.