નવેમ્બર 19, 2025 7:46 પી એમ(PM)

printer

રવિ સિઝનમાં જીરુંના વાવેતર માટે 6 જિલ્લાના ખેડૂતોને આવતીકાલથી 10 કલાક વીજ પુરવઠો મળશે

રવિ સિઝનમાં જીરાના વાવેતરને ધ્યાને લઈને 6 જિલ્લાના ખેડૂતોને આવતીકાલથી 8 કલાકની બદલે 10 કલાક વીજ પુરવઠો મળશે. ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી આપી. અમદાવાદ, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, વાવ-થરાદ અને મોરબીના 13 તાલુકાના ખેડૂતોને લાભ મળશે તેમ પણ તેમણે ઉમેર્યું.
આ ઉપરાંત દાહોદ જિલ્લાના દાહોદ અને ગરબાડા તાલુકાઓમાં પણ રવિ સિઝન માટે ૮ કલાકના બદલે ૧૨ કલાક વીજ પુરવઠો પૂરો પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.