ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 27, 2024 7:15 પી એમ(PM) | રમત-ગમત રાજ્ય મંત્રી

printer

રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામનારા રાજ્યના ૫૬ પ્રતિભાવાન ખેલાડીઓને ૧ કરોડ ૮૮ લાખથી વધુના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા

રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામનારા રાજ્યના ૫૬ પ્રતિભાવાન ખેલાડીઓને ૧ કરોડ ૮૮ લાખથી વધુના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર પ્રતિભાવાન ખેલાડીઓ પણ ઉભા કરશે અને તે ખેલાડીઓ માટે પૂરતા અવસર પણ ઉભા કરશે.
જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ સ્પર્ધામાં એક ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ હાંસલ કરનાર આર્યન નહેરાને સૌથી વધુ એક કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો.
આજે રાજ્ય રમત-ગમત ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે, ત્યારે દરેક ખેલાડીનું લક્ષ્ય હવે માત્ર ઓલમ્પિક જ હોવું જોઈએ, તેમ શ્રી સંઘવીએ જણાવ્યું હતું.. આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ગુજરાત સરકારે ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાનું આયોજન કર્યું છે. ખેલ મહાકુંભની છેલ્લી આવૃત્તિમાં ૬૬ લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જે પૈકી વિજેતા બનેલા ખેલાડીઓને કુલ ૪૦ કરોડ રૂપિયાના રકમના રોકડ પુરસ્કારો રાજ્ય સરકારે એનાયત કર્યા હતા. ખેલપ્રતિભા પુરસ્કાર હેઠળ છેલ્લા એક દાયકામાં રાજ્યના ૧ હજાર ૬૨૭ રમતવીરોને કુલ ૨૪ કરોડથી વધુના રોકડ પુરસ્કાર અપાયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.