ઓગસ્ટ 25, 2025 7:47 એ એમ (AM)

printer

રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ભારત 2047 સુધીમાં, વિશ્વના ટોચના પાંચ રમતગમત રાષ્ટ્રોમાં સ્થાન મેળવવાની નેમ ધરાવે છે

રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભારત 2047 સુધીમાં, દેશની સ્વતંત્રતાની શતાબ્દી સુધીમાં વિશ્વના ટોચના પાંચ રમતગમત રાષ્ટ્રોમાં સ્થાન મેળવવાની નેમ ધરાવે છે.અમદાવાદ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા શ્રી માંડવિયાએ કહ્યું કે, રમતગમત ક્ષેત્રમાં ઘણા સુધારાઓ કરવામાં આવ્યા છે. . મંત્રીએ કહ્યું કે, દેશમાં રમતગમત ઇકોસિસ્ટમ બનાવવાની સમયની જરૂરિયાત છે અને સરકાર તે બનાવવા માટે સમર્પિત છે.શ્રી માંડવિયાએ કહ્યું કે, ગયા સંસદ સત્રમાં સરકારે રમતગમત શાસન વિધેયક રજૂ કર્યું હતું, જે રાષ્ટ્રીય રમતગમત ફેડરેશનમાં મહિલાઓના પ્રતિનિધિત્વને મહત્વ આપે છે.