રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ રાષ્ટ્રીય રમત પ્રશાસન બિલના ડ્રાફ્ટ પર ચર્ચા કરવા માટે તમામ હિતધારકો સાથે ગઈકાલે બેઠક યોજી હતી. તેમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશન, રાષ્ટ્રીય ખેલ મહાસંઘ અને રાષ્ટ્રીય ખેલ સંવર્ધન સંગઠનનો સમાવેશ થાય છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં , મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર ભારતને રમતગમતમાં અગ્રેસર બનાવવા અને ખેલાડીઓની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
Site Admin | ઓક્ટોબર 18, 2024 9:29 એ એમ (AM) | રમતગમત મંત્રી
રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ રાષ્ટ્રીય રમત પ્રશાસન બિલના ડ્રાફ્ટ પર ચર્ચા કરવા માટે તમામ હિતધારકો સાથે ગઈકાલે બેઠક યોજી
