ઓક્ટોબર 5, 2025 2:06 પી એમ(PM)

printer

રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ’ અભિયાનમાં ભાગ લીધો

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે વિશ્વ શિક્ષક દિવસ પર નવી દિલ્હીમાં ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ’ અભિયાનમાં ભાગ લીધો હતો.
તેમણે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકો સાથે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમથી ઇન્ડિયા ગેટ અને આસપાસના વિસ્તારો સુધી સાયકલ રેલીનું નેતૃત્વ કર્યું હતું. શ્રી માંડવિયાએ માહિતી આપી હતી કે આજે દેશભરમાં 10 હજાર 500 થી વધુ સ્થળોએ ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હવે લાખો લોકો દર રવિવારે પોતાને ફિટ રાખવા માટે સાયકલ ચલાવે છે.