ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 25, 2024 2:26 પી એમ(PM)

printer

રમતગમત મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં હમારા સંવિધાન હમારા સ્વાભિમાન પદયાત્રામાં ભાગ લીધો

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં હમારા સંવિધાન હમારા સ્વાભિમાન પદયાત્રામાં ભાગ લીધો હતો. આવતીકાલે ઉજવવામાં આવનારા બંધારણ દિવસ પૂર્વે, ભારતીય બંધારણને અપનાવવાની ઉજવણી કરવા અને તેના સ્થાપકોની દ્રષ્ટિને માન આપવા આજે પદયાત્રાનું આયોજન કરાયું હતું.
કેન્દ્રીય મંત્રીઓ પીયૂષ ગોયલ, અર્જુનરામ મેઘવાલ, કિરેન રિજિજુ, ગજેન્દ્રસિંહ શેખાવત, રક્ષા ખડસે સહિત સંસદસભ્યો અને ઓલિમ્પિકના ખેલાડીઓ પદયાત્રામાં જોડાયા હતા. આ પદયાત્રામાં MY ભારત, નેહરુ યુવા કેન્દ્ર સંગઠન, રાષ્ટ્રીય સમાજ સેવા, રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ, ભારત સ્કાઉટ્સ અને ગાઇડ્સના સ્વયંસેવકોએ પણ ભાગ લીધો હતો.