રાજ્યની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આગામી સમયમાં રમતગમતના સાધનો પૂરી પાડવામાં આવશે. શિક્ષણની સાથે બાળકોનો રમતગમત ક્ષેત્રે પણ રસ વધારવા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. તે મુજબ, બાળકોને 29 કરોડ 45 લાખ રૂપિયાના ખર્ચે 30 પ્રકારના રમતગમતના સાધનો ધરાવતી 34 હજાર 483 જેટલી સ્પૉર્ટ્સ કીટ અપાશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
વિદ્યાર્થીઓને આપવામાં આવનારી સ્પૉર્ટ્સ કિટમાં કૅરમ બૉર્ડ, અલગ અલગ કદના ક્રિકેટ બૅટ, બૅડમિન્ટન, શટલ કૉક, ફૂટબૉલ, વૉલીબૉલ, હૅન્ડબૉલ, ડિસ્કસ, શૉટ પૂટ રબર, ભાલા, ચેસ સેટ, સ્કિપિન્ગ રૉપ, હર્ડલ સેટ, માર્કિંગ કોન્સ સેટ, રિલે બેટન સેટ, સોસર કોન્સ સેટ, ટેની કોઈટ, ક્રિકેટ સ્ટમ્પ સેટ, ટેનિસ બોલ સોફ્ટ, ટેનિસ બોલ હાર્ડ, સ્ટોપ વોચ તેમજ એર હેન્ડ પંપનો સમાવેશ કરાયો છે.
Site Admin | જુલાઇ 10, 2025 7:35 પી એમ(PM)
રમતગમત ક્ષેત્રે બાળકોનો રસ વધારવા સરકારી શાળાઓને વિશેષ કિટ અપાશે