રથયાત્રા સરસપુર પહોંચીએ અગાઉ આજે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની 148-મી રથયાત્રા શરૂ થઈ હતી. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમાલપુર જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ભાગ લીધો. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યાં.
સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંદિરમાં સોનાની સાવરણીથી માર્ગની સફાઈ એટલે કે, પહિંદ વિધિ કરીને મુખ્યમંત્રીએ ભગવાનનો રથ ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. દરમિયાન શ્રી પટેલે રથયાત્રા કોમી એખલાસનું પ્રતિક બની હોવાનું જણાવ્યું. ઉપરાંત તેમણે સૌ કચ્છી-માડુઓને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી.
Site Admin | જૂન 27, 2025 2:58 પી એમ(PM) | રથયાત્રા
રથયાત્રા સરસપુર પહોંચીએ અગાઉ આજે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની 148-મી રથયાત્રા શરૂ થઈ હતી.
