જૂન 20, 2025 3:13 પી એમ(PM)

printer

રથયાત્રા પૂર્વેની મોટાભાગની કામગીરી પૂર્ણ …

આગામી 27 જુનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પૂર્વે આજે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિતના ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રૂટ ઉપર ભયજનક મકાનોને પણ અત્યારે તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવી રહ્યા છે.
મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે રથયાત્રા પૂર્વેની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.