જૂન 26, 2025 7:12 પી એમ(PM)

printer

રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના જમાલપુર ભગવાન જગન્નાથ મંદિરમાં ભગવાનની આરતી ઉતારી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં જમાલપુર ભગવાન જગન્નાથ મંદિરમાં ભગવાનની આરતી ઉતારી. તેમની સાથે મંદિરના અગ્રણીઓ અને ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. આ સાથે સમગ્ર મંદિર જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠ્યું.
આજે ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાં દર્શને આવતા ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા યોજાશે. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી પહિંદ વિધી કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.