ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 11, 2024 6:45 પી એમ(PM) | brdvsmum | Cricket | Ranji trophy | SPORTS | vadodara

printer

રણજી ટ્રોફી: બરોડા અને મુંબઇ વચ્ચે મેચ, બરોડાની ટીમે 241 રન કર્યા

રણજી ટ્રોફીની સિઝનનો આજથીપ્રારંભ થયો છે.જેમાં વડોદરા ખાતે મુંબઇ અને બરોડા, સૌરાષ્ટ્ અને તામિલનાડુ તેમજ ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે મેચ શરૂ થઇ છે. રણજી ટ્રોફીની ઇલાઇટ ગૃપ એની મેચ વડોદરા ખાતે બરોડા અને મુંબઇ વચ્ચે રમાઇ રહી છે. ચાર દિવસની આ મેચના પ્રથમ દિવસેબરોડાની ટીમે છ વિકેટ ગુમાવીને 241 રન કર્યા હતા.બ રોડાની ટીમે ટોસ જીતીને પહેલાબેટીંગ પસંદ કરી હતી. બરોડાની ટીમ વતી સૌથી વધુ 86 રન મહેશ પટેલે કર્યા હતા જ્યારે અતિત શેઠ 60 અને રાજ લિંબાની 14 રને રમતમાં છે.

મુંબઇ તરફથી શમ્સ મુલાણી અને તનુષ કોટકે બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે સિંકદરાબાદ ખાતે ચાલી રહેલી ગુજરાત અને હૈદરાબાદની મેચમાં ગુજરાત મજબૂત સ્થિતિમાં છે. મન હિંગરાજીઆના અણનમ 174 રન સાથે પહેલા દિવસના અંતે ગુજરાતે આઠ વિકેટે 334 રન કર્યા હતા. સૌરાષ્ટ્ર અને તામિલનાડુ વચ્ચે કોઇમ્બતુરમાં રમાઇ રહેલી મેચમાં સૌરાષ્ટ્ર 203 રનમાં ઓલઆઉટથઇ ગયું હતું.