ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 19, 2025 9:32 એ એમ (AM)

printer

રણજી ટ્રોફીમાં ગુજરાતે જીત માટે ઉત્તરાખંડને 344 રનનો ટાર્ગેટ આપ્યો

રણજી ટ્રોફીમાં આર્ય દેસાઈ, જયમિત પટેલ અને ઉર્વિલ પટેલની અડધી સદી વડે ગુજરાતે ગ્રુપ-સીની મેચમાં પોતાનો બીજો દાવ પાંચ વિકેટે 291 રનના સ્કોરે ડિકલેર કરીને ઉત્તરાખંડને 344 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સાથે જ વિદર્ભે આપેલા 276ના ટાર્ગેટ સામે બરોડાએ 73 રનમાં 5 વિકેટ ગુમાવી છે.બરોડાને હજુ 203 રનની જરૂર છે અને તેની પાસે હજુ પાંચ વકેટ છે. તો ગોવાને ફોલોઓન કરીને સૌરાષ્ટ્રે જીત માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે.સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ દાવમાં 7 વિકેટે 585 રન બનાવ્યા હતા. અને ગોવાને પ્રથમ દાવમાં 358 રનમાં ઓલઆઉટ કરીને રમતના બીજા દાવમાં ગોવાની 77 રનમાં બે વિકેટ ઝડપી લીધી હતી.