ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 20, 2024 7:13 પી એમ(PM)

printer

રંગમંચના કલાકાર રમેશ તુરી ઉર્ફે “રંગલા” નું ૮૧ વર્ષે નિધન થયું

રંગમંચના કલાકાર રમેશ તુરી ઉર્ફે “રંગલા” નું ૮૧ વર્ષે નિધન થયું છે. વર્ષ ૧૯૫૪ થી ભવાઈ, નાટક, થિયેટર, રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મ એમ વિવિધ કલા મંચ પર અભિનેતા, લેખક, દિગ્દર્શક, પ્રોડ્યુસર તરીકે આજીવન સેવા આપી હતી. આ ઉપરાંત તેમણે ગુજરાતી, મરાઠી, ભોજપુરી, રાજસ્થાની અને હિન્દી ભાષાની ૫૦૦ જેટલી ફિલ્મોમાં મુખ્ય સહાયક નિર્માતા અને નાની મોટી ચરિત્ર ભૂમિકાઓ ભજવી હતી. રાજ્ય સરકાર દ્વારા તેમને વર્ષ ૨૦૧૨ માં ગુજરાત ગૌરવ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રમેશ તુરીનું મૂળ નામ રેવાભાઈ નથુભાઈ તુરી હતું. તેમનું વતન અને જન્મસ્થળ પાટણ તાલુકાનું બાલીસણા ગામ છે. જ્યારે તેમની કર્મભૂમિ રાજકોટ રહી છે.
આકાશવાણી રાજકોટ રેડિયો સ્ટેશનમાં બી ગ્રેડ ડ્રામા આર્ટિસ્ટ તરીકે અને દૂરદર્શન રાજકોટ તથા દૂરદર્શન અમદાવાદમાં નિર્માતા, દિગ્દર્શક, લેખક અને અભિનેતા તરીકે તેઓ સતત કાર્યશીલ રહ્યા.