ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

યોગે સમગ્ર વિશ્વમાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં આજે ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો મુખ્ય યોગ કાર્યક્રમ યોજાયો છે. કાર્યક્રમની શરૂઆત કરાવતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે યોગે સમગ્ર વિશ્વમાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ રાધવ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની સહિત યોગ સત્રમાં ત્રણ લાખથી વધુ લોકોએ ભાગ લઈ રહ્યા છે. જેમાં ભારતીય નૌકાદળના 11 હજાર નવ જવાનો પણ સામેલ છે. આ કાર્યક્રમ આર.કે. બીચથી વિશાખાપટ્ટનમના ભોગાપુરમ સુધીના લગભગ 26 કિલોમીટરના ત્રિજ્યામાં યોજાયો છે. વિશાખાપટ્ટનમમાં સમુદ્રમાં ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડના જહાજો પર પણ યોગ કરવામાં આવી રહ્યા છે.