નવેમ્બર 28, 2025 8:02 એ એમ (AM)

printer

યુ.જી.સી. એ સમયસર પરીક્ષાઓ યોજવા અને ડિગ્રી પ્રમાણપત્રો આપવા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને નિર્દેશ આપ્યો

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, યુજીસીએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સમયસર પરીક્ષાઓ અને અંતિમ ડિગ્રી અને પ્રમાણપત્રો ઝડપથી જારી કરવા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
કમિશને જણાવ્યું હતું કે આ વિલંબ વિદ્યાર્થીઓ માટે અનેક મળતી રોજગારની વિવિધ તકને રોકે છે. વિદ્યાર્થીઓ શૈક્ષણિક કેલેન્ડરમાં જણાવ્યા અનુસાર સમયસર પરીક્ષા અને પરિણામોની જાહેરાત માટે હકદાર છે.
કમિશને વધુમાં ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓ પરિણામોની જાહેરાતના 180 દિવસની અંદર ડિગ્રી મેળવવા માટે હકદાર છે. કમિશને એમ પણ જણાવ્યું હતું કે પાલન ન કરવાના કિસ્સામાં તેને દંડાત્મક પગલાં લેવાની સત્તા છે.