યુ.એન સુરક્ષા પરિષદે ગઈકાલે રાત્રે ગાઝા માટે અમેરિકાની યુદ્ધવિરામ- બોર્ડ ઓફ પીસની યોજનાનાને મંજૂરી આપી હતી.. આ યોજના થકી પેલેસ્ટિનિયન રાજ્યને એક સ્વતંત્ર રાજ્ય બનાવવા માટેનો એક પ્રયાસ છે.આ પરિષદમાં રશિયાએ આ યોજનાનો વિરોધ કર્યો હતો જો કે આ ઠરાવ 13-0 મત સાથે પાસ થયું.આ વોટિંગમાં ચીન ગેરહાજર રહ્યું હતું.ઇઝરાયલ અને હમાસ વચ્ચેના બે વર્ષના યુદ્ધ પછી નાજુક યુદ્ધવિરામ અને ગાઝાના પુનઃઉત્થાન માટેના પ્રયાસો માટે આ મતદાન એક મહત્વપૂર્ણ પગલું કહેવાય છે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 20-મુદ્દાની યુદ્ધવિરામ યોજનાને સમર્થન આપે છે. જેમાં બોર્ડ ઓફ પીસ હેઠળ સરહદોની દેખરેખ, સુરક્ષા પૂરી પાડવા અને પ્રદેશ માથી લશ્કરને હટાવવા માટે અમેરિકાએ માંગ કરી છે. આ યોજનામાં આરબ અને અન્ય મુસ્લિમ દેશોએ પણ સહકાર આપ્યો છે. અમેરિકી રાજદૂત માઇક વોલ્ટ્ઝે ઠરાવને ઐતિહાસિક અને રચનાત્મક ગણાવ્યો, અને કહ્યું કે તે મધ્ય પૂર્વમાં એક નવો માર્ગ શરૂ કરે છે. તેમ જણાવ્યુ હતું.
Site Admin | નવેમ્બર 18, 2025 9:00 એ એમ (AM)
યુ.એન સુરક્ષા પરિષદે ગાઝા માટે અમેરિકાની યુદ્ધવિરામ- બોર્ડ ઓફ પીસની યોજનાનાને મંજૂરી આપી