ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 10, 2024 7:11 પી એમ(PM)

printer

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આ બુધવારે જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે છત્તીસગઢના જાશપુર ખાતે માય ભારત યુવા સ્વયંસેવકો સાથે પદયાત્રા કરશે

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આ બુધવારે જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે છત્તીસગઢના જાશપુર ખાતે માય ભારત યુવા સ્વયંસેવકો સાથે પદયાત્રા કરશે. આ કાર્યક્રમમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ સહિત રાજ્યના અન્ય મંત્રીઓ પણભાગ લેશે.  આ કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરાશે અને તેમના વારસા અને રાષ્ટ્રના વિકાસમાં આદિવાસી સમુદાયોના નોંધપાત્ર યોગદાનને સન્માનિત કરાશે. આ વિશેષ કાર્યક્રમ આદિવાસી વારસાની ઉજવણી કરે છે, સમાવેશને પ્રોત્સાહન આપે છે અને દેશભરના આદિવાસી સમુદાયોને લાભ આપતી સરકારી યોજનાઓ અંગેજાગૃતિ ફેલાવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.