કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ યુવા પેઢીને સરદાર પટેલના આદર્શોમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો.રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે જણાવ્યુ કે યુવાનો સરદાર પટેલના સિદ્ધાંતો પર ચાલે તો સરકારનું 2047 સુધી વિકસિત ભારતનું સ્વપ્ન હકીકત બની શકે છે.રાજકોટના પ્રવાસ દરમિયાન તેમણે રાષ્ટ્રીય યુવા સંમેલન, ગ્રીન એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું તેમજ મેટોડા ખાતે શ્રી રામ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ ફેક્ટરીની પણ મુલાકાત લીધી હતી.
Site Admin | સપ્ટેમ્બર 12, 2025 10:29 એ એમ (AM)
યુવા પેઢીને સરદાર પટેલના આદર્શોમાંથી પ્રેરણા લેવા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનો અનુરોધ
