મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી.માં નવી નિમણૂક મેળવેલા 763 મહિલા કંડક્ટર સહિત 2 હજાર 320 કંડક્ટર અને પાણી પુરવઠા બોર્ડમાં નવનિયુક્ત 144 અધિકારીઓને મહાત્મા મંદિરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કર્યા.શ્રી પટેલે નવ યુવા માનવબળને ડેમોગ્રાફિક ડિવિડન્ડ ગણાવતા કહ્યું કે, આ યુવાશક્તિની સેવાઓથી વિકસિત ભારત @ 2047માટે વિકસિત ગુજરાત @ 2047ના નિર્માણમાં નવી ગતિ આવશે. આ કાર્યક્રમમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગમાં વિવિધ વિભાગોમાં અંદાજે ૩,૫૦૦ થી વધુ જગ્યાઓ પર ભરતી કરાશે.
Site Admin | જુલાઇ 12, 2025 8:56 એ એમ (AM)
યુવાશક્તિની સેવાઓથી વિકસિત ગુજરાત @ 2047ના નિર્માણમાં નવી ગતિ આવશે- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ