ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 15, 2025 1:57 પી એમ(PM)

printer

યુવાનોને રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને ટકાઉ આજીવિકા માટે કુશળતા બનાવવાના ઉદેશ્ય સાથે આરંભાયેલા સ્કિલ ઇન્ડિયા મિશનનો દસમાં વર્ષે પ્રવેશ.

આજે સ્કિલ ઇન્ડિયા મિશનની 10મી વર્ષગાંઠ ઉજવવામાં આવીરહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2015માં આરંભેલા આ મિશનનો ઉદ્દેશ યુવાનોને રોજગાર,ઉદ્યોગસાહસિકતા અને ટકાઉ આજીવિકા માટે ઉદ્યોગ-સંબંધિત કુશળતાથી સજ્જ કરવાનો હતો. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી જયંત ચૌધરીએ તમામ ક્ષેત્રોમાં વ્યવહારુ,નોકરી માટે તૈયાર કુશળતા દ્વારા યુવાનોને સશક્ત બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ કૌશલ્ય ભારત ખાસ કરીને મહિલાઓ અને વંચિત સમુદાયોના જીવનમાં પરિવર્તન લાવવાનું યથાવત રાખે છે. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે કૌશલ્ય ભારત એકેન્દ્ર સરકારની એક એવી પહેલ છે જે યુવાનોને કૌશલ્ય સમૂહો સાથે સક્ષમ બનાવીને તેમને વધુ રોજગારલક્ષી બનાવે છે. 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ