યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે સરકારના પ્રયાસોમાં સમાજનો સહયોગ મળે તો વિકાસની ગતિ બમણી થઈ જાય છે. ગાંધીનગર ખાતે ભરવાડ યુવા સંગઠન દ્વારા આયોજીત કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરવાડ સમાજના ૫૦ જેટલા આર્થિક રીતે જરૂરિયાતમંદ યુવાનોને પગભર બનાવવા એક પણ રૂપિયાના ડાઉન પેમેન્ટ વગર જે.સી.બી.નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, ધંધા રોજગારની સાથે પર્યાવરણનો વિચાર કરવો એ હવેના સમયની માંગ છે” રાજ્યભરમાં ગયા વર્ષે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ૧૭ કરોડ ૫૦ લાખથી વધુ વૃક્ષો વાવી ગુજરાતે સમગ્ર દેશમાં બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે તેનો ગૌરવપૂર્વક ઉલ્લેખ કરતાં તેમણે “એક પેડ માં કે નામ 2.O’ અભિયાન અંતર્ગત વધુને વધુ વૃક્ષો વાવીને ગ્રીન કવર વધારવા સૌને અપીલ કરી હતી.મુખ્યમંત્રીએ પ્લાસ્ટિકનો ઉપયોગ રોજિંદી જીવનશૈલીમાંથી કેવી રીતે બંધ કરી શકાય તે માટે પ્રયત્ન કરવા પણ સૌને અનુરોધ કર્યો હતો.
Site Admin | જૂન 6, 2025 8:46 એ એમ (AM)
યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે સરકારના પ્રયાસોમાં સમાજનો સહયોગ મળે તો વિકાસની ગતિ બમણી થઈ જાય છે- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ