મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, યુવાઓમાં ધગશ અને ઈચ્છા શક્તિ હોય તો ભાષાકીય અવરોધ આવતો નથી. ગાંધીનગરમાં રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય- NFSU ખાતે ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધાનાં ઈનામ વિતરણ સમારોહમાં શ્રી પટેલે કહ્યું, સંસ્કાર સિંચનના કાર્યમાં યુવાઓની ભાગીદારી ખૂબ જરૂરી છે. શ્રી પટેલે રાજ્યકક્ષાની સ્પર્ધાના પ્રથમ ક્રમે આવનાર કેશોદનાં કિર્તીબેન સુત્રેજાને ટ્રોફી અને એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર એનાયત કર્યો હતો. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું, યુવાનોએ તેમનામાં રહેલી શ્રેષ્ઠ ઊર્જાનો ઊપયોગ દેશને વધુ સમૃદ્ધ બનાવવા કરવો જોઈએ.
Site Admin | એપ્રિલ 1, 2025 7:17 પી એમ(PM)
યુવાઓમાં ધગશ અને ઈચ્છા શક્તિ હોય તો ભાષાકીય અવરોધ આવતો નથી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
