યુરોપિય આયોગના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન આજે ભારતની તેમની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત-યુરોપીય સંઘ વ્યૂહાત્મક ભાગીદારીના આગામી તબક્કાને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે વધુમાં કહ્યું કે ભારત અને યુરોપીય સંઘ વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સહિયારા મૂલ્યો પર આધારિત મજબૂત ભાગીદારી છે.
ઉર્સુલા વોન ડેર લેયન પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં યુરોપિયન પરિષદના પ્રમુખ એન્ટોનિયો લુઈસ સાન્તોસ દા કોસ્ટા સાથે મુખ્ય મહેમાન બનશે. બંને નેતાઓ આ મહિનાની 27મી તારીખે યોજાનારી 16મી ભારત- યુરોપીય સંઘ શિખર સંમેલનની સહ-અધ્યક્ષતા પણ કરશે.
Site Admin | જાન્યુઆરી 24, 2026 8:04 પી એમ(PM)
યુરોપિયન સંઘના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન આજથી ભારતના પ્રવાસે.