ઓક્ટોબર 21, 2025 7:52 પી એમ(PM)

printer

યુરોપિયન સંઘના દેશો જાન્યુઆરી 2028 થી રશિયાની ઊર્જા આયાત પર પ્રતિબંધ મૂકવા સંમત થયા

યુરોપિયન સંઘના દેશો જાન્યુઆરી 2028 થી રશિયાની ઊર્જા આયાત પર પ્રતિબંધ મૂકવા સંમત થયા છે. ગઈકાલે લક્ઝમબર્ગમાં મળેલી બેઠક દરમિયાન, યુરોપિયન સંઘ-EU દેશોના ઊર્જા મંત્રીઓએ ડ્રાફ્ટ નિયમનની તરફેણમાં મતદાન કર્યું, જે રશિયા દ્વારા EU દેશોને પૂરા પાડવામાં આવતા પાઇપલાઇન તેલ અને પ્રવાહી કુદરતી ગેસ બંને પર લાગુ પડે છે.
યુરોપિયન પરિષદના જણાવ્યા અનુસાર, EUને ગેસ પુરવઠામાં વારંવાર વિક્ષેપો બાદ રશિયાની ઊર્જા પર નિર્ભરતા સમાપ્ત કરવા માટે EU ના REPowerEU રોડમેપનો આ નિયમન એક કેન્દ્રિય તત્વ છે.