ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 4, 2024 2:02 પી એમ(PM) | લેબનોન

printer

યુરોપિયન યુનિયને લેબનોન માટે 3 કરોડ યુરોની માનવતાવાદી સહાયની જાહેરાત કરી

યુરોપિયન યુનિયને લેબનોન માટે 3 કરોડ યુરોની માનવતાવાદી સહાયની જાહેરાત કરી છે. હિઝબુલ્લા સાથે ઈઝરાયેલનો સંઘર્ષ વધ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. લેબનોનમાં EU પ્રતિનિધિમંડળના નિવેદન અનુસાર, નવું સહાય પેકેજ ગત રવિવારે જાહેર કરાયેલા 1 કરોડ યુરોથી વધારે છે.
સહાય પેકેજમાં તાત્કાલિક ખોરાક સહાય, આશ્રય, આરોગ્ય સંભાળ અને અન્ય આવશ્યક સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. લેબનોન અને તેની આસપાસના વિસ્તારોમાં ઇઝરાયેલે કરેલા હવાઈ હુમલામાં લગભગ 12 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા હોવાના અહેવાલ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.