યુનેસ્કો આંતરસરકારી સમિતિનું 20મું સત્ર આજથી નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે શરૂ થશે. યુનેસ્કોમાં ભારતના રાજદૂત અને કાયમી પ્રતિનિધિ વિશાલ વી. શર્મા આ સત્રની અધ્યક્ષતા કરશે.ભારતે, આ વર્ષે યુનેસ્કોની અમૂર્ત વારસાની યાદી માટે પ્રકાશ, ભાઈચારા, કરુણા અને સામુદાયિક ઉજવણીના તહેવાર દિવાળીને નામાંકિત કરી છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું કે સ્વતંત્ર મૂલ્યાંકન સંસ્થાઓ દ્વારા સમીક્ષા કરાયેલી આ દરખાસ્ત પર સત્ર દરમિયાન ચર્ચા કરવામાં આવશે અને સરકારને સકારાત્મક પરિણામનો વિશ્વાસ છે.છ દિવસીય આ કાર્યક્રમનો ઉદ્દેશ યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ માટે સભ્ય દેશો દ્વારા રજૂ કરાયેલા નામાંકનોની તપાસ કરવાનો, હાલના વારસા સ્થળોની સ્થિતિની સમીક્ષા કરવાનો અને અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સમર્થન પૂરું પાડવાનો છે.સત્રનો ઉદ્ઘાટન સમારોહ ગઈકાલે નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે બોલતા, વિદેશ મંત્રી એસ. જયશંકરે અમૂર્ત વારસાને જાળવવામાં યુનેસ્કોના કાર્યની પ્રશંસા કરી હતી.
Site Admin | ડિસેમ્બર 8, 2025 8:46 એ એમ (AM)
યુનેસ્કો આંતરસરકારી સમિતિનું 20મું સત્ર આજથી નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે શરૂ થશે