સપ્ટેમ્બર 18, 2025 8:07 પી એમ(PM)

printer

યુનેસ્કોએ વિશ્વ વિરાસત સ્થળની કામચલાઉ યાદીમાં ભારતના સાત નવા સ્થળોનો સમાવેશ કર્યો

યુનેસ્કોએ વિશ્વ વિરાસત સ્થળની કામચલાઉ યાદીમાં ભારતના સાત નવા કુદરતી વિરાસત સ્થળોનો સમાવેશ કર્યો છે, જેનાથી યાદીમાં ભારતીય સ્થળોની સંખ્યા 62 થી વધીને 69 થઈ ગઈ છે.
સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ સમાવેશ સાથે, ભારતમાં હવે 49 સાંસ્કૃતિક, 17 કુદરતી અને 3 મિશ્ર વારસા સ્થળો છે. નવા સમાવિષ્ટ સ્થળોમાં મહારાષ્ટ્રમાં પંચગની અને મહાબળેશ્વર ખાતે ડેક્કન ટ્રેપ્સ, કર્ણાટકમાં સેન્ટ મેરી ટાપુઓનો ભૂસ્તરશાસ્ત્રીય વારસો, મેઘાલય યુગની ગુફાઓ, નાગા હિલ ઓફિઓલાઇટ, આંધ્રપ્રદેશમાં એરા મટ્ટી ડિબ્બલુ, કેરળમાં તિરુમાલા ટેકરીઓ અને વર્કલા ખડકોનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.