ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 29, 2024 8:17 પી એમ(PM) | Acharya Devvrat | Natural Farming

printer

યુનિવર્સિટીઓ અને કોલેજોના કેમ્પસમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના કામચલાઉ વેચાણ કેન્દ્રો ઊભા કરવા રાજ્યપાલનો અનુરોધ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું. રાજ્યપાલે 2036 માં રાજ્યના યજમાનપદે થનાર ઓલિમ્પિક રમતોત્સવ માટે અત્યારથી જ દરેક યુનિવર્સિટીને પોતાના રમત ગમત વિભાગને વધુ સુદ્રઢ બનાવી વધુમાં વધુ યુવાનોને રમતગમતમાં વિશેષ રૂપે તૈયાર કરવા જણાવ્યુ.
આ ઉપરાંત યુવાનોને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ કરવા  પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન
થતા અનાજ, શાકભાજી અને ફળફળાદી યુવાનોને મળી રહે તે માટે કોલેજ
કેમ્પસમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોના કામચલાઉ વેચાણ કેન્દ્રો ઉભા કરવા
કુલપતિઓને અનુરોધ કર્યો હતો.