જાન્યુઆરી 1, 2026 1:59 પી એમ(PM)

printer

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ના ડિસેમ્બરના નાણાકિય વ્યવહારોના કદમાં વાર્ષિક 29 ટકાનો વધારો

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) એ ડિસેમ્બરમાં તેની વૃદ્ધિની ગતિ યથાવત રાખીને નાણાકિય વ્યવહારોના કદમાં વાર્ષિક 29 ટકાનો વધારો નોંધાવ્યો છે. જે 21.63 અબજ રૂપિયા થયો. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય પણ વાર્ષિક 20 ટકા વધીને લગભગ 28 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યુ છે.
પ્રતિમાસના આધારે, નાણાંકિય વ્યવહારો અને મૂલ્ય બંનેમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ. ગયા મહિનામાં સરેરાશ દૈનિક ટ્રાન્ઝેક્શન મૂલ્ય 90 હજાર 217 કરોડ રૂપિયા રહ્યું, જે નવેમ્બર 2025 માં 87 હજાર 721 કરોડ રૂપિયા હતું.
સરેરાશ દૈનિક ટ્રાન્ઝેક્શન સંખ્યા પાછલા મહિનામાં 682 મિલિયનથી વધીને 698 મિલિયન થઈ ગઈ. આ દરમિયાન, ડિસેમ્બરમાં તાત્કાલિક ચુકવણી સેવા દ્વારા ટ્રાન્ઝેક્શન 6.62 લાખ કરોડ રૂપિયા થયા, જે વાર્ષિક 10 ટકાનો વધારો દર્શાવે છે.