આધાર ડેટાની ચોકસાઈ જાળવવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ દેશભરમાં 2 કરોડથી વધુ મૃત વ્યક્તિઓના આધાર નંબર ડિલીટ કર્યા છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું હતું કે UIDAI એ આ ડેટા ભારતના રજિસ્ટ્રાર જનરલના કાર્યાલય અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી એકત્રિત કર્યો છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ આધાર નંબર ક્યારેય બીજા વ્યક્તિને ફરીથી સોંપવામાં આવશે નહીં.
મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી આધાર નંબર ડિલીટ કરવો જરૂરી છે જેથી છેતરપિંડી અથવા આધાર નંબરનો અનધિકૃત ઉપયોગ અટકાવી શકાય. દરમિયાન, UIDAI એ આધાર નંબર ધારકોને મૃત્યુ નોંધણી અધિકારી પાસેથી મૃત્યુ પ્રમાણપત્ર મેળવ્યા પછી myAadhaar પોર્ટલ પર તેમના પરિવારના સભ્યોના મૃત્યુની જાણ કરવા વિનંતી કરી છે. ઓથોરિટીએ આ વર્ષની શરૂઆતમાં 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નાગરિક નોંધણી પ્રણાલી દ્વારા myAadhaar પોર્ટલ પર ‘રિપોર્ટિંગ ઓફ ડેથ ઓફ ફેમિલી મેમ્બર’ નામની સુવિધા શરૂ કરી છે.
Site Admin | નવેમ્બર 27, 2025 7:28 એ એમ (AM)
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ દેશભરમાં 2 કરોડથી વધુ મૃત વ્યક્તિઓના આધાર નંબર ડિલીટ કર્યા