ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 4, 2024 2:04 પી એમ(PM)

printer

યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમે તેમના નાગરિકોને તાત્કાલિક ધોરણે લેબનોન છોડવાની સલાહ આપી

ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ અને વ્યાપક પ્રાદેશિક સંઘર્ષની આશંકા વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમે તેમના નાગરિકોને તાત્કાલિક ધોરણે લેબનોન છોડવાની સલાહ આપી છે. દુશ્મનાવટ વધવાના ડરથી સ્વીડને બૈરુતમાં પોતાના દૂતાવાસને સૌથી પહેલા બંધ કરી દીધું હતું.

સ્વિડને ગઈકાલે પોતાના નાગરિકોને લેબનોન છોડવાની વિનંતી કરી હતી. લેબનોનમાં અમેરિકી દૂતાવાસે જણાવ્યું હતું કે કેટલીક એરલાઇન્સે દેશમાં કામગીરી મોકૂફ કરી દીધી હોવા છતાં, ફ્લાઇટ્સ હજી પણ ઉપલબ્ધ છે. નાગરિકોએ મધ્ય પૂર્વ રાષ્ટ્ર છોડવા માટે ઉપલબ્ધ કોઈપણ ફ્લાઇટ ઝડપથી બુક કરાવી લેવી જોઈએ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.