ઓક્ટોબર 8, 2025 7:48 પી એમ(PM)

printer

યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રીએ ભારત-યુકે મુક્ત વેપાર કરારને યુરોપિયન સંઘ છોડ્યા બાદ યુકેનો સૌથી મોટો કરાર ગણાવ્યો

ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવેલા યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી સર કીર સ્ટાર્મરે ભારત-યુકે મુક્ત વેપાર કરારને યુરોપિયન સંઘ છોડ્યા પછી યુનાઇટેડ કિંગડમે કરેલા સૌથી મોટા કરાર તરીકે વર્ણવ્યો છે.
આજે મુંબઈની તેમની મુલાકાતના પ્રથમ દિવસે વેપારી નેતાઓને સંબોધતા, યુકેના પ્રધાનમંત્રીએ કહ્યું, યુનાઇટેડ કિંગડમ દ્વારા ભારતમાં મોકલવામાં આવેલું અત્યાર સુધીનું આ સૌથી મોટું વેપાર મિશન છે. યુકેના પ્રધાનમંત્રીએ બોલીવુડના મુખ્ય પ્રોડક્શન હબમાંના એક, અંધેરીમાં સ્થિત યશરાજ ફિલ્મ્સ સ્ટુડિયોની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ બાદમાં, તેમણે દક્ષિણ મુંબઈના કૂપરેજ ફૂટબોલ મેદાન ખાતે ઇંગ્લિશ પ્રીમિયર લીગ દ્વારા આયોજિત ફૂટબોલ શોકેસ કાર્યક્રમમાં પણ ભાગ લીધો.
અગાઉ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના બ્રિટિશ સમકક્ષનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં, તેમણે કહ્યું કે તેઓ બંને દેશો માટે મજબૂત અને વધુ સમૃદ્ધ ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવા માટે આવતીકાલે તેમની મુલાકાત માટે આતુર છે.