વિદેશ મંત્રાલયે કહ્યું કે, યુક્રેન સંઘર્ષ પછી રશિયાથી તેલ આયાત પર અમેરિકા અને યુરોપિયન સંઘ દ્વારા ભારતને નિશાન બનાવવું સંપૂર્ણ પણે અન્યાયી અને અસંગત છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, કોઈપણ મુખ્ય અર્થતંત્રની જેમ, ભારત પણ તેના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવા માટે સ્વતંત્ર છે.મંત્રાલયે કહ્યું કે, યુક્રેન સંઘર્ષ શરૂ થયા પછી, તેલનો પરંપરાગત પુરવઠો ખોરવાઈ ગયો હતો, તેથી ભારતે રશિયાથી તેલ આયાત કરવાનું શરૂ કર્યું. મંત્રાલયે કહ્યું, તે સમયે અમેરિકાએ વૈશ્વિક ઉર્જા બજારની મજબૂતાઈ અને સ્થિરતા માટે ભારતની આયાતને ટેકો આપ્યો હતો. મંત્રાલયે ભાર મૂક્યો કે, ભારતની આયાતનો હેતુ ભારતીય ગ્રાહકોને ચોક્કસ અને સસ્તી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે.મંત્રાલયે કહ્યું, ભારતની ટીકા કરનારા દેશો પણ રશિયા સાથે વેપાર કરી રહ્યા છે, જ્યારે તેમના રાષ્ટ્રીય હિત માટે આવું કરવું જરૂરી પણ નથી. મંત્રાલયે કહ્યું, અમેરિકા તેના પરમાણુ ઉદ્યોગ માટે યુરેનિયમ, ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ માટે પેલેડિયમ અને રશિયાથી ખાતરો અને રસાયણોની આયાત કરી રહ્યું છે.
Site Admin | ઓગસ્ટ 5, 2025 9:40 એ એમ (AM)
યુક્રેન સંઘર્ષ પછી રશિયાથી તેલ આયાત પર અમેરિકા અને યુરોપિયન સંઘ દ્વારા ભારતને નિશાન બનાવવું સંપૂર્ણ પણે અન્યાયી અને અસંગત:વિદેશ મંત્રાલય
