અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે અલાસ્કાના એન્કોરેજ સ્થિત અમેરિકી જોઈન્ટ મિલિટરી બેઝ ખાતે તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિનને મળશે.આ વર્ષે જાન્યુઆરીમાં ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પરત ફર્યા પછી આ તેમની પહેલી મુલાકાત હશે. શિખર સંમેલન પહેલા, ટ્રમ્પે કહ્યું કે, તેમનું માનવું છે કે પુતિન યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે તૈયાર છે, પરંતુ શાંતિ માટે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકી સાથે પણ બીજી બેઠક કરશે.
Site Admin | ઓગસ્ટ 15, 2025 10:03 એ એમ (AM)
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને રોકવા આજે અમેરિકી અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે
