રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેમના ફ્રેન્ચ સમકક્ષ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે અઢી વર્ષ બાદ ફોન પર વાતચીત થઈ. શ્રી મેક્રોને યુક્રેનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે ફ્રાન્સના મજબૂત સમર્થનની પુષ્ટિ કરીને યુદ્ધવિરામની આગ્રહભરી વિનંતી કરી. જોકે રશિયન રાષ્ટ્રપતિએ સુરક્ષા ચિંતાઓ અને યુક્રેનને રશિયા વિરોધી કરવાના પ્રયાસોને યુધ્ધ માટે દોષી ઠેરવ્યા.
બંને નેતાઓએ ઇરાનના પરમાણુ કાર્યક્રમ પર પણ ચર્ચા કરી. શ્રી મેક્રોને પ્રસ્તાવ મૂક્યો કે રશિયા અને ફ્રાન્સ પ્રાદેશિક તણાવ ઘટાડવા માટે સહયોગ કરે. બે કલાકથી વધુ ચાલેલી આ ચર્ચામાં યુક્રેન અને ઈરાનની પરિસ્થિતિઓ પર વાતચીત આગળ વધારવા બંને દેશો સંમત થયા
Site Admin | જુલાઇ 2, 2025 8:48 એ એમ (AM)
યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે પુતિન અને મેક્રોં વચ્ચે સંઘર્ષ વિરામ અંગે ટેલિફોન પર ચર્ચા થઇ