અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં યુક્રેન સાથે દુર્લભ ખનિજોના કરાર પર હસ્તાક્ષર કરશે. ગઈકાલે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધતા, ટ્રમ્પે એ પણ ખુલાસો કર્યો કે તેમણે અમેરિકામાં મહત્વપૂર્ણ ખનિજોના ઉત્પાદનને વધારવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે.
શ્રી ટ્રમ્પે રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધવિરામનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ અઠવાડિયે યુદ્ધરત દેશોના નેતાઓ સાથેની તેમની વાતચીત પછી તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે શાંતિ કરાર માટેના તેમના પ્રયાસો યોગ્ય દિશામાં જઇ રહ્યાં છે.
Site Admin | માર્ચ 21, 2025 8:47 એ એમ (AM)
યુક્રેન અને અમેરિકા વચ્ચે દુર્લભ ખનિજોના કરાર પર હસ્તાક્ષર થશે
